ઓલપાડ તાલુકાના સાયણ ગામના સિવાણ રોડ પર ખાનગી જગ્યામાં ગુરૂવારી હાટ બજાર ભરીને મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી જાહેરનામાનો ભંગ કરનાર એવાં જમીન માલિક તેમજ તેના ભત્રીજા સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ઓલપાડ તાલુકાના સાયણ ગામના સિવાણ રોડ પર ખાનગી જગ્યામાં ભરાતા ગુરૂવારી હાટબજારમાં ૧ હજારથી વધુ લોકો એકત્ર થઇ જતાં કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડવા પામ્યા હતા. જા કે ઓલપાડ પોલીસે આ અંગે જમીનના માલિક રસીદાબાનુ મોટાલા અને તેના ભત્રીજા ઇસ્તીયાક શેખ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.