અડાજણ – પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે. નવ નિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રેકટર ચાલક પિતાઍ પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં રેતીનું છારું ભરવા ટ્રેકટર રિવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે.
ઝાલોદના વતની અને હાલ અડાજણ – પાલના નવનિર્મીત કોમ્પલેક્ષ શ્રીપથમાં રહેતા સુરેશભાઇ બારીયા મજુરી કામ કરી પત્ની અને બેï માસુમ બાળકીઅોનું ગુજરાન ચલાવે છે. ત્રણ મહિના પહેલાં જ ઝાલોદથી મજુરી કામ માટે સુરત આવ્યા હતા. આજે સવારે લગભગ ૧૦ વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ સુરેશભાઇને મળતા ટ્રેકટર મંગાવ્યું હતું. સુરેશભાઇ ટ્રેકટર રિવર્સમાં લેવા જતા ઍક બાળક ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાની બૂમાબૂમ થઈ ગઈ હતી. સુરેશભાઇઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસૂમ મારી જ નાની દીકરી શીતલ હતી. લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા તેણીને મૃત જાહેર કરાઇ હતી.ï કોન્ટ્રાકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપર વાઇઝરે જણાવ્યું હતું. આ ઘટનાની જાણ અડાજણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બે દીકરીઓમાંથી ઍક નાની શીતલ નામની દીકરી નવ નિર્મિત કોમ્પ્લેક્સ પાસે રમતી હતી ત્યારે જ પિતાઍ ટ્રેક્ટરમાં રેતીનું છારૂં ભરવા બોલાવ્યું હતું. ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલી બાળકીને લઈને પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બાળકીની માતાઍ હૈયાફાટ રૂદન કર્યું હતું. બેમાંથી ઍક દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું પિતાને લાગી રહ્નાં છે.