
પારડી શાકભાજી માર્કેટમાં ચાલી રહેલી રસ્તાની કામગીરીમાં પાલિકાના પ્રમુખ હસમુખ રાઠોડ અને કોગ્રેસના સભ્ય બિપીન પટેલ જાહેરમાં બાખડી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
વલસાડ જીલ્લાના પારડીમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં રોડની કામગીરી ચાલી રહી છે. તે વખતે કોગ્રેસના સભ્ય એવાં બિપીન પટેલે રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા પાલિકાના પ્રમુખ હસમુખ રાઠોડ અને સભ્ય બિપીન વચ્ચે જાહેરમાં જ તું તું મે મે થતાં મામલો ગરમાયો હતો.