વરાછામાં લક્ઝરી બસમાં લાગેલી આગની શાહી સૂકાઈ નથી ત્યાં હજીરામાં ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. વધુ ઍક લક્ઝરી બસમાં આગની ઘટનાઍ લોકોને આડ્ઢર્યમાં મૂકી દીધા છે. હજીરાના મોરા ગામમાં ખાનગી બસમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે કોઈ જાનહાની નોંધાય ન હતી.
સ્થાનિક લોકોઍ જણાવ્યું હતું કે, પાર્ક કરેલી બસમાં આગ લાગ લાગી ગઈ હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ઇન્ડસ્ટ્રીના ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે દોડી આવતા ગણતરીના કલાકોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. જો કે કોઈ જાનહાનિ ન નોધાતા લોકોઍ રાહતનો શ્વાસ લીધો હતો.અડાજણ ફાયર ઓફિસર સંપત સુથારઍ જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે ૧૧ૅં૨૦નો હતો. બસમાં આગ લાગી હોવાની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે જવા નીકળી ગયા હતા. ૨૮ મિનિટમાં પહોંચ્યા બાદ મેદાનમાં પાર્ક બસ ભડ ભડ સળગી રહી હતી. પાણીનો મારો ચલાવી બસની આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ ક્યા કારણે લાગી તે જાણી શકાયું ન હતું.