દ્વારકા જીલ્લાના વાડીનાર ગામમાં રહેતા એક ઇસમે તેની ૧૨ વર્ષીય સગી પુત્રી સાથે શારિરીક અડપલાં કરી તેની સાથે નિકાહ કરવાની જીદ કરવાની ઘટનાએ પવિત્ર દેવભુમિ દ્વારકા જીલ્લાને લાંછન લગાવ્યુ હતુ. દ્વારકા જીલ્લાના વાડીનાïર બંદર વિસ્તારમાં રહેતા દારૂડીયા ઇસમે તેની ૧૨ વર્ષીય સગી પુત્રી પર જ નજર બગાડી શારિરીક અડપલાં કર્યા હતા.
સાથે નરાધમ ઇસમે દારૂના નશામાં ચકચુર થઇ પોતાની સગી પુત્રીનેï જ નિકાહ કરવાïની વાત કરતા પુત્રી અને તેની માતાના માથે આભ ફાટી ગયુ હોય તેવી સ્થિતી ઉભી થઇ હતી. આ બનાવ અંગે પુત્રીની માતાએ વાડીનાર પોલીસ મથકે ફરીયાદ નોîધાવતા પોલીસે આરોપી એવાં કળિયુગના પિતા ફકીર મામદ હુસેન સુભાણીયાની ધરપકડ કરી તેને હવાલતમાં ધકેલી દીધો હતો.