
સુરત જીલ્લા એલસીબી પોલીસે કડોદરા હાઇવે રોડના સી.એન.જી. પંપ પાસેથી રૂ.૧૦ લાખથી વધુનïો ઇંગ્લીશ દારૂ ભરેલા ટેમ્પા સાથે તેના ચાલકની ધરપકડ કરી રૂ.૨૦
લાખïથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ï સુરત જીલ્લા એલસીબી પોલીસના ઇન્ચાર્જ પી.આઇ. કે.જે.ધડુકના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે પોલીસ કોન્સ્ટેબલ દિપક અનિલભાઇને બાતમી મળી હતી કે મુંબઇ પાર્સીંગના એક ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઇ જવામાં આવી રહ્ના છે. જે બાતમીના આધારે એલસીબી સ્ટાફે કડોદરા હાઇવે રોડના સી.એન.જી. પંપ પાસે વોચ ગોઠવી રૂ.૧૦ï.૧૮ લાખથી વધુ કિંમતના ઇંગ્લીશ દારૂ ભરેલા ટેમ્પા સાથે તેના ચાલક સુરેન્દ્ર શર્માની ધરપકડ કરી રૂ.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ પ્રકરણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરાવી આપનાર ભિવંડીના લાલુ બ્રિજમોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.