
નવસારી શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ અટકાવવા માટે નગરપાલિકા દ્વારા એક દિવસ માટે શાકભાજી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ત્રીજી લહેરમાં નવસારી નગર પાલિકાની હદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થઈ રહ્ના છે. આ કોરોના સંક્રમણ અટકાવવા માટે નવસારી વિજલપોર નગર પાલિકા દ્વારા એક દિવસ માટે શાકભાજી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે નગરપાલિકાના તંત્ર દ્વારા શાકભાજી વેચતા તમામ વેપારીઓને માર્કેટ બંધ રખાય તે દિવસે સાફ – સફાઈ અને સેનેટાઇઝ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે જોકે નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વગર તાત્કાલિક શાકભાજી માર્કેટ બંધ રાખવા માટેની સીધી સૂચના આપતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.