પાંડેસરાના ગણપત નગરમાં ધોરણ-૯ના વિદ્યાર્થીને પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નખાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સામાન્ય બાબતને લઈ ચાર યુવાનોઍ કરેલા હિંસક હુમલામાં વિદ્યાર્થીને ૪ ઘા મરાયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ લવાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાયો હતો.
પાંડેસરાના ગણપત નગરમાં રહેતો અનીશ દયારામ ચમારે ધોરણ ૯માં અભ્યાસની સાથે છુટક કામ કરી પરિવારને આર્થિક મદદ રૂપ થાય છે.બુધવારની બપોરે અનીશ જમીને ઘરની બહાર નીકળતા જ સોસાયટીના ગેટ ઉપર બેસેલા અંજાયા નામના ટપોરી સહિત ચાર જેટલા યુવાનોઍ હુમલો કર્યો હતો. તું ગાળ કેમ આપે છે તેમ કહી હુમલો કરાયો હતો. હાથ અને પેટમાં ચપ્પુ મારી દેતા અનીશ જમીન પર ઢળી પડ્યો હતો. સોસાયટીના લોકોઍ ૧૦૮ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. અનીશના પરિવારને આંતરડા બહાર નીકળી ગયા હોવાની જાણ થતાં ગભરાઈ ગયા હતા. ે. અનીશના પરિવારમાં મમ્મી – પપ્પા ૫ાંચ બહેન અને ૩ ભાઈ છે. પપ્પા મજૂરી કામ કરે છે. બે બહેનો અને બે ભાઈ અભ્યાસ પણ કરી રહ્ના છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છું. હાલ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી બાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અનિષ ત્રણ વર્ષ પહેલા જ સુરત આવ્યો હતો. તેના ઘરની આર્થિક પસ્થિતિ સારી ન હોવાના કારણે ઍક પિતા ૯ લોકોનું ગુજરાન ચલાવતા હોવાથી અનીશ પણ છુટક કામ કરી પરિવારને આર્થિક મદદ રૂપ થાય રહ્ના છે.