
અડાજણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સળગી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જા કે પાડોશીની જાગૃતતાને લઈ પરિવાર સમયસર સળગતા ઘરના બીજા માળેથી નીચે બહાર નીકળી જવામાં સફળ થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. જા કે આગને કારણે ઘરનું ફર્નિચર , વાયરીંગ વગેરે બળીને ખાખ થઇ ગયુ હતુ.
અડાજણ વિશાલ નગરમાં વહેલી સવારે ઍક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નિકળી હતી. આગના કારણે આજુબાજુના રહીશો ઉંઘમાંથી જાગીના બહાર દોડી આવ્યા હતા. પાડોશીઓની સતર્કતના કારણે બીજા માળે રહેતો કિનારી પરિવાર સહી સલામત આગની વચ્ચેથી નીચે ઉતરી આવતા આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. લગભગ અડધો કલાકની અંદર પરિસ્થીતી કાબુમાં લીધી હતી. આગના કારણે ઘરવખરીનો સામાન , ફ્રીજ ï, ફર્નિચર બળીને ખાખ થઇ ગયુ હતું. આ અંગે ફાયર ઓફીસર સુથારે જણાવ્યું હતું કે, કોલરને સોસાયટીના ગેટ પર બોલાવી ઍની મદદથી સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પહેલા માળે લાગેલી આગ પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આગ ફ્રીઝમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જેમાં ફર્નિચર, ઘર વખરીનો સામાન સહિત તમામ બળીને ખાક થઈ ગયું હતું. જોકે કોઈ જાનહાની નોંધાય ન હતી. મુકુંદભાઈ ગજ્જરઍ જણાવ્યું હતું કે, વહેલી સવારે આંખ ખુલી જતા કંઈ બળવાની દુર્ગંધ આવી હતી. પહેલા પોતાના ઘરમાં તપાસ કર્યા બાદ પાડોશીના ઘર પર નજર પડતા ધુમાડો નીકળી રહ્ના હોવાનું જોયું હતું. તાત્કાલિક દોડીને બૂમાબૂમ કરી બીજા માળે સૂતેલા કિનારી પરિવારની બે દીકરીઓ અને પતિ-પત્નીને જગાડી બહાર કાઢી લીધા હતા. ત્યાં સુધીમાં આગ ઉગ્ર બની ગઈ હતી. ત્યારબાદ ફાયર ને જાણ કરી ગેટ પર દોડી ગયો હતો. ફાયરને સાથે લઈ ઘટના સ્થળે આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનોઍ આગ પર કાબૂ મેળવી લીધો હતો.