રાંદેર રામનગર ખાતે આવેલી ઍક કાપડની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ દુકાનમાંથી રોકડા રૂ.૧.૩ï૫ લાખïની મત્તા ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.
રામનગર નિજધામ આશ્રમની સામે રહેતા પ્રતાપભાઇ નાનેકરામ ગોકલાણી રામનગર નિજધામ આશ્રમની સામે ક્રિષ્ણા ફેશન નામની કાપડની દુકાન ધરાવે છે. તા.૨૬મïી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તેમની બંધ દુકાનને તસ્કરોઍ ટારગેટ કરી હતી. તસ્કરોઍ કોઇ સાધન વડે શટરને વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોઍ ડ્રોવરમાં મુકેલા રોકડા રૂ.૧.૩૫ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે બીજા દિવસે પ્રજાપભાઇને ચોરી થઇ હોવાનું ભાન થતાં રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે ઘટના સ્થળે દોડી આવી આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પ્રતાપભાઇની ફરીયાદના આધારે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.