
ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે ઍચ.ડી.ઍફ.સીï. બેîકમાં ચેક ભરવા ગયેલા વેપારીની પાર્ક કરેલી મોપેડમાંથી તસ્કરો રોકડા રૂ.૬ લાખ ચોરી કરી ભાગી છુટ્યા હતા.
વેસુ વી.આઇ.પી.રોડ શ્રૃંગાર રેસીડેન્સીમાં રહેતા અને ત્યાં ïજ દુકાન ધરાવતા ભાવેશભાઇ ચીરંજીવલાલ ઓઝાના ભાઇ હેમંત ઓઝાઍ ત્રણ મહિના પહેલાં વેસુ સ્પર્શ રેસીડેન્સીમાં ઍક ફલેટ ખરીદ્યો હતો. આ ફલેટના પૈસા સંજયકુમારક ભુપેન્દ્રભાઇïને આપવાના હતા. જેથી ભાવેશભાઇઍ બેîકમાંથી રૂ.૫ લાખ ઉપાડ્યા બાદ પોતાની જીજે – ૫ – ઇડબલ્યુ – ૩૧૩૯ નંબરની મોપેડની ડીકીમાં પૈસા મુક્યા હતા. ત્યારબાદ વેસુ ખાટુશ્યામ મંદીરમાં દર્શન કર્યા બાદ તેમના ભાઇ હેમંત પાસે ગયા હતા. હેમંત પાસેથી દોઢ લાખ લીધા હતા. ત્યારબાદ આ પૈસા આપવા માટે ભાવેશભાઇ મોપેડ લઇને નિકળ્યા હતા. પરંતુ રસ્તામાં સોસીયો સર્કલ ખાતે આવેલી ઍચડીઍફસી બેîકમાં ચેક ભરવા માટે નિકળ્યા હતા. અને પોતાની મોપેડ ત્યાં પાર્ક કરી બેîકમાં ગયા હતા. તે દરમ્યાન તસ્કરોઍ તેમની મોપેડને ટારગેટ કરી ડીકીનું લોક તોડી અંદર મુકેલા રોકડા રૂ.ï૬ લાખ ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ અંગે થોડીવાર પછી ભાવેશભાઇને જાણ થતાં ખટોદરા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.