હિમાચલના કોલની ટૂર દરમિયાન ચરસની લત લાગી જતાં છ મહિના સુધી તંગી નહિ પડવી જોઇઍ તેવા ઇરાદા સાથે વેસુમાં રહેતાં કાપડ વેપારીનો ૧૯ વર્ષીય પુત્ર હિમાચલ જઇ ત્યાંથી ૪.૯૮ લાખની કિંમતનું ૯૯૭ ગ્રામ ચરસ લઇ આવ્યો હતો. ટ્રેનમાંથી ગુરુવારે મળસકે સુરત ઉતર્યો તે સાથે જ વોચમાં ઊભી રહેલી ઍસઓજી.ઍ તેને દબોચી લીધો હતો. નશો કરી શકાય તે માટે ઉપયોગી ચરસ નાંખીને પીવાનાં ત્રણ ફિલ્ટર સાત લાઇટર પણ મળી આવ્યા હતા.
વાલીઓઍ ચેતવા જેવા આ કિસ્સાની હકીકત પ્રમાણે ઍસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાના માર્ગદર્શનમાં સબ ઇન્સ્પેક્ટર વી.સી.લીધો જાડેજા તથા ટીમે વેસુ કેનાલ રોડ ઉપર કેપિટલ ગ્રીન ઍપાર્ટમેન્ટમાં રહેતા ૧૯ વર્ષીય વંશ નરેન્દ્ર બંસલ હિમાચલથી પોતાની સાથે ટ્રાવેલિંગ બેગમાં છુપાવીને ચરસનો જથ્થો લાવી રહ્ના હોવાની બાતમી ઍ.ઍસ.આઇ. અનિલ વિનજીને મળી હોઇ પોલીસે તેને પકડવા માટે ફિલ્ડિંગ ભરી રહી હતી. ચોક્કસ ટ્રેનમાંથી બહાર આવતાં જ પોલીસે ૧૯ વર્ષીય કોલેજિયનને ઝડપી હતો. તેની બેગની ઝડતી લેવામાં આવતાં તેમાંથી આંતરરાષ્ટ્રીય બહાર કિંમત પ્રમાણે ૪,૯૮ લાખની કિંમતનો ૯૯૭ ગામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. બેગમાંથી ચરસ પીવા માટે ઉપયોગી ત્રણ ફિલ્ટર અને સાત લાઇટર પણ મળી આવ્યા હતા. જે આ યુવાન કેટલી હદે ઍડિક્ટ બની ગયો છે તે દર્શાવતું હતું. પોલીસે તપાસ કરતાં આ યુવાન ડી.આર.બી. કોલેજમાં બી.બી.ઍ.નો અભ્યાસ કરતો હોવાની સાથે રિંગ રોડ મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતાં પિતાને મદદ કરતો હોવાનું બહાર આવ્યું હતું.