
વેસુ સુમન સેલ આવાસમાં બપોરના સમયે પાર્કીંગમાં પાર્ક કરેલી એક મારૂતિ અર્ટીïગા કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. આગï લાગતા જ કાર માલિક ઘરમાંથી દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જા કે આગ ભિષણ હોવાના કારણે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
વેસુ સુમન સેલ આવાસમાં શશીભાઇ પવાર અને તેમનો પરિવાïર રહે છે. શનિવારે શશીભાઇ પવારે પાર્કીંગમાં પાર્ક કરેલી પોતાની જીજે – ૫ – જેïએફ – ૬૨૧૩ નંબરની અર્ટીંગા કારમાં અચાનક જ શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નિકળી હતી. આગ જાઇને આવાસના લોકો દોડી આવ્યા હતા. આગની ખબર શશીભાઇ પવારને થતાં જ તેઓ દોડીને કાર પાસે આવી ગયો હતા. પાણીની પાઇપ લઇ પાણી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળતા મળતા ડોલ વડે આગ પર પાણી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ ભિષણ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અને ફાયર બ્રિગેડે ગણતરીની મિનીટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે પાર્કીંગમાં ઝાડ પણ બળી ગયા હતા.