
કામરેજના યુવાનને અપાઈ ધમકી ,થોડા સમય પહેલા ધંધુકાના કિશન ભરવાડ ની હત્યા બાદ કીમ ખાતે સભા યોજી હતી જેને લઇ યુવાન ને ધમકી આપવામાં આવી ,ગીર સોમનાથ થી ફોન કરી યુવાન ને આપવામાં આવી ધમકી ,ધમકી ને લઇ કામરેજ પોલીસ ફરિયાદ ને ફરિયાદ કરવામાં આવી હતી
થોડા સમય પહેલા ધંધુકાના ભરવાડ યુવાનની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડી રહ્યો છે ,ત્યારે સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ,રેલીઓ અને કડક કાર્યવાહી કરવામાં આવે એના માટે આવેદનો અપાઈ રહ્યા છે ત્યારે સુરત ના કામરેજ ના ઉંભેળ ગામના પટેલ યુવાન ને મોત ની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે ,જય પટેલ નામના યુવાને કિશન ભરવાડ ની હત્યા બાદ સુરત ના કીમ ખાતે મળેલી એક સભા સંબોધી હતી જેની વિડિઓ પણ વાયરલ થયા હતા ,જેને લઇ યુવાન ને હાલ ધમકીઓ આપવામાં આવી રહી છે ,મીડિયા જણાવ્યા અનુસાર ગીર સોમનાથ થી ફોન કરી જય પટેલ કિશન પટેલ જેવા હાલ થઇ જશે એવી ધમકી આપવામાં આવી હતી ઉપરાંત વિદેશથી પણ કોલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ,યુવાન ને ધમકી મળતા આજરોજ મોટી સંખ્યામાં યુવાનો કામરેજ પોલીસ મથક પહોચ્યા હતા અને કામરેજ પોલીસ ને ધમકી બાબતે અવગત કરી ફરિયાદ રૂપે એક અરજી આપવામાં આવી હતી ,પોલીસ દ્વારા યુવાન ના કોલ ડીટેલ કઢાવી તપાસ બાદ ફરિયાદ નોંધવાની બાહેધરી આપવામાં આવી હતી