
ભરૂચ જિલ્લાના વાગરા ખાતે બચ્ચોકા ઘર પાસે યોજાયેલા સર્વધર્મ સમુહ લગ્નોત્સવમાં 14 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાતા કોમી એકતા ની મિશાલ જોવા મળી હતી
વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે કોમી એકતા ની મિસાલ કાયમ કરી હતી.