
વલસાડ એલસીબી પોલીસે જામનગરના કોન્ટ્રાક્ટર પાસે કુખ્યાત મિયાણા ગેંગના સાત આરોપીએ 7 લાખના 30 લાખ રૂપિયા કરી આપવાની લાલચ આપી સાત લાખ રોકડા લીધા બાદ ગેંગના સભ્યોએ ઝઘડો કરી ભાગી છૂટેલા સાત આરોપીઓને રોકડ રકમ સહિત 18.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ કહેવત સાર્થક બની છે મૂળ જામનગર હડિયારા ગામે રહેતા અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા માં પ્રવીણ ભાઈ નારણભાઈ સોનાગરા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ગત તારીખ 28 /1 /2022 ના રોજ પારડી હાઈવે વિસ્તારમાં આવેલી હોટલ નજીકના સર્વિસ રોડ પર આજથી ૧૦ દિવસ પહેલા કાના ભાઈ ભરવાડ નામના ઈસમે મહેશભાઈ નામના ઈસમ સાથે મુલાકાત કરાવી હતી. અને તેમણે જણાવ્યું કે એકના ત્રણ ગણા રૂપિયા કરી આપે છે જેથી આ બ્લોગમાં આવી ગયેલા પ્રવીણભાઈ સોનાગરા એ મહેશભાઈ તથા તેમના સાથીદારો રફીક અને તેના માણસો ને 7 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને તેમણે સાત લાખના 30 લાખ રૂપિયા કરી આપવાની વાતો કરી હતી રૂપિયા આપ્યા બાદ એકબીજા સાથે ઝઘડો કરી ભાગી છૂટયા હતા. જે અંગે પારડી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગૂન્હા માં વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના ટુકવાડા ગામે હાઇવે પર આવેલા એમજી હેક્ટરના શોરૂમ સામે ટુકવાડા જતા રસ્તા ઉપર આરોપીઓને મુદ્દામાલ સાથે આરોપી યુસુબ કાદર જેડા,રફીક નઝરમહંમદ સંધવાણી,કલીમ ઉર્ફે કલ્લુ લાલા શેખ,મકસુદ જૈનીદિન દોડેરા,અવેશ ઈસ્માઈલ મોવર,અક્રમ ઉર્ફે કોન્ટ્રાક્ટર ગુલામહુસેન સંધવાણી,જેસીંગરાવ ઉર્ફે જય ઘીસારામ રાવલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ સહિત 18.17 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો