અંકલેશ્વરના મહાવીર ટનિગ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલીયમના કર્મચારી પાસે રૂ.૫૦૦ અને બે હજારના દરની નોટો બદલવાના ગઠીયો રૂ.૧.૩૦ લાખની છેતરપીંડી કરી ગયો હોવાની ફરીયાદ પોલીસ મથકે નોîધાવા પામી છે.
અંકલેશ્વર મહાવીર ટનિ*ગ પાસેના રામેશ્વર પેટ્રોલીયમમાં કામ કરતો વિનોદ વસાવા નોકરી પર હતો તે વખતે બાઇક પર આવેલ એક અજાણ્યો ઇસમ રૂ.૧૦૦ ના દરની નોટો આપી ૫૦૦ અને બે હજારની દરની નોટો મળી રૂ.૨ લાખ જાઇએ છે તેમ જણાવ્યુ હતુ. જા કે કર્મચારીએ માલિક સાથે ફોન પર વાત કરતા તેને ફોન છીનવી લઇને પોતે વાત કરવા લાગ્યો હતો. જેને લઇને કર્મચારીએ શેઠના ઓળખિતા હોવાનું અનુમાન લગાવી ડીઝલ વેચાણના પડેલાં રૂ.૧.૩૦ લાખ તેને આપ્યા હતા. જેના બદલામાં ૧૦૦ ના દરની નોટો માંગતા તેને સામે આવેલ બાળકોની હોસ્પિટલના ડોકટર પાસે રૂપિયા પડ્યા છે ત્યાંથી તનïે અપાવું છું તેમ કહી ગઠીયો કર્મચારીઓને સાથે લઇ ગયો હતો. બાદમાં તે હોસ્પિટલ પાસે જ બંનેને મુકીને રફુચક્કર થઇ ગયો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ઠગાઇનો ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે ગઠીયાને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.