કાપોદ્રા ચીકુવાડી ધર્મજીવન સોસાયટીના ગેટ પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. પોલીસïે કુલ રૂ.૧.૦૩ લાખની મત્તા કબ્જે કરી છે.
કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે ચીકુવાડી ધર્મજીવન સોસાયટીના ગેટ પાસે જીજે – ૫ – કેટી – ૯૯૫૮ નંબરની બાઇક પર દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો અન્ય બુટલેગરને આપવાની કામગીરી થઇ રહી છે. આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસે છાપો માર્યો હતો. પોલીસે વરાછા હિરાબાïગ સાંઇમુદ્રા એપાર્ટમેન્ટમાં રહેતો જયદીપ કિરણ રાઠોડ અને કાપોદ્રા ધર્મજીવન સોસાયટીમાં રહેતો દિનેશ ધીરૂ ખેની નામના બુટલેગરો પકડાઇ ગયા હતા. પોલીસે બંને પાસેથી રૂ.૩૨,૧૪૦ની ૯૨ નંગ બોટïલ , રોકડા રૂ.૧૧,૫૦૦ અને બાઇક મળી કુલ રૂ.૧.૦૩ લાખથી વધુની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.