નવસારી સ્ટેશન રોડ પર આવેલ શૌર્ય મોબાઇલ શોપમાં તસ્કરોએ ધાપ મારી બ્રાન્ડેડ કંપનીના રૂ.૫ લાખની કિંમતના મોબાઇલ ફોન તથા રૂ.૨૫ હજારની રોકડ ચોરી કરી નાસી છુટ્યા હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોîધાઇ છે.
તસ્કરો દુકાનમાં મુકેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઇ ગયા હતા. નવસારીના સ્ટેશન રોડ પર કર્ફયુના સમયે મોબાઇલ શોપમાં ચોરીની ઘટના બનતા પોલીસની નાઇïટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉઠ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોîચીને તપાસ હાથ ધરી છે.