
ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે ફરજ બજાવતા માથા ફરેલ તલાટી વિશાલ બારૈયા તેના ઉપરી સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી વિના જ કચેરીને તાળું મારી રફુચક્કર થઇ જતાં તાલુકા વિકાસ અધિકારીએ કચેરીને સીલ કરી તપાસના આદેશો આપ્યા છે.
ઓલપાડ તાલુકાની માસમા ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં રહી છે. આ પંચાયતમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા છે. હાલમાં માસમા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા તેના સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી વિના ïજ કચેરીને તાળુ મારી પલાયન થઇ જતાં તાલુકા વિકાસ અધિકારીએ કચેરીને સીલ કરી તપાસના આદેશો આપ્યા છે. જા કે આ માથા ફરેલ તલાટીએ ચાર્જ કે હિસાબ આપવાના બદલે નોકરીમાંથી સ્વૈચ્છીક રાજીનામું મોકલી આપ્યું હોવાનું જાણવા મળ્યુ છે.