
સુરત શહેરની અંદર ઠંડીનો ચમકારો આમ તો ધીરે ધીરે ઓછો થઈ રહ્ના છે. પરંતુ વહેલી સવારે સુરત સુરત શહેરમાં ઝાકળ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતુ. શહેર આખું જાણે ધુમ્મસથી આચ્છાદિત થઈ ગયું હતું.
વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ ગઈ હતી. સવારે વાહન ચાલકોએ વાહન કરતી વખતે હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સુરતના તમામ બ્રિજ ઉપર ધુમ્મસની અસર દેખાઈ રહી હતી. વહેલી સવારે ઠંડક વાતાવરણમાં પ્રસરી હતી. સુરતમાં અનેક બ્રિજ હોવાને કારણે વાહનચાલકોને બ્રિજ ઉપરથી પસાર થતી વખતે પણ ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને માત્ર ૩૦ મીટર સુધીની જ વિઝિબિલિટી દેખાતી હોયએ પ્રકારની સ્થિતિ ઊભી થઇ હતી. ધીરે ધીરે શહેરમાં ઠંડીનો ચમકારો ઓછો થઈ રહ્ના છે પરંતુ ધુમ્મસ હજી પણ વહેલી સવારમાં દેખાઈ રહ્નાં છે. ફેબ્રુઆરીની ૧૫ તારીખ સુધી આ પ્રકારનું વાતાવરણ શહેરમાં જોવા મળે તેવી શક્યતા છે.