સુરત શહેરના વિવિધ એટીએમ સેન્ટરનો પર મદદ કરવાના બહાને લોકોના એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હોવાની ફરીયાદ પોલીસ મથકોમાïં નોîધાઇ હતી. જેના પગલે એસઓજીએ બાતમીના આધારે પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલા એસબીઆઇ બેîકના એટીએમ સેન્ટરમાં વધુ એક ગુનો આચરવાના ફિરાકમાં ફરતા એક આરોપીને ઝડપી પાડી પાંજરે પુર્યો છે. પોલીસે તેની પાસેથી ૩૯ એટીએમ કાર્ડ , રોકડ , મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૨૬,૩૦૦ની મત્તા કબ્જે કરી છે. આ ઉપરાંત આરોપીના બેîક ખાતામાં તપાસ કરતા રૂ.૨.૫૩ લાખ જેટલી રકમ હોવાથી તે રકમ ફીઝ કરવામાં આવી છે. અને પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જતાં લોકોને ટારગેટ કરી મદદ કરવાના બહાને તેમના એટીએમ કાર્ડ બદલી પીન નંબર જાણી અન્ય એટીએમ મશીનો પરથી પૈસા ઉપાડી લેતા હોવાની ઘટના સામે આવી હતી. મહિધરપુરા , પાંડેસરા , લિંબાયત અને ઉધના વિસ્તારમાં આ અંગેના ગુનાઓ નોîધાયા હતા. આ ટોળકીને પકડવા માટે પોલીસ કમિશ્નર દ્વારા એસ.ઓ.જી.ને સુચના આપવામાં આવી હતી. એસ.ઓ.જી.ની ટીમે આ ટોળકીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. હ્નામન સોસિ*સ અને ટેકનોલોજી સર્વેલન્સના આધારે તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા તેરેનામ ચોકડી પાસે એસ.બી.આઇ. બેîકના એટીએમ ખાતે વધુ એક ગુનો આચરવાના ફિરાકમાïં આરોપી ફરી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે યુપી પ્રતાપગઢ જીલ્લાના ભુવાલપુર ગામનો વતની અને હાલ ડિંડોલી એસ.એમ.સીï. આવાસમાં રહેતો ૨૪ વર્ષીય સંતોષ ઉર્ફે રોશન ચંદ્રભાન યાદવ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાસી લેતાં ૩૯ વિવિધ બેîકના એટીએમ કાર્ડ , રોકડા રૂ.૩૦૦ અને મોબાઇલ મળી કુલ રૂ.૨૬,૩૦૦ની મત્તા મળી આવી હતી. પોલીસે સંતોષની પુછપરછ કરતા દરરોજ અલગ અલગ બેîક એટીએમ સેન્ટરો પર જઇ વોચ રાખતો હતો. એટીએમ સેન્ટરમાં મજુરવર્ગના લોકોને એટીએમનું જ્ઞાન ન હોય તેવા લોકોને પૈસા ઉપાડવાના બહાને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ ચોરી લેતો હતો. ત્યારબાદï રોજેરોજ બે થી ત્રïણ વ્યકિતઓને ટારગેટ કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હોવાની કબુલાત કરી હતી. પોલીસેï તેના બેîક એકાઉન્ટની તપાસ કરતા ખાતામાં રૂ.૨.૫૩ લાખનું બેલેન્સ હતુ. તે તમામ રકમ એસ.ઓ.જી. દ્વારા ફીઝ કરવામાં આવી છે. એસ.ઓ.જી.એï. મહિધરપુરા , ઉધના અને લિંબાયત તથા પાંડેસરાના બે ગુના ઉકેલી કાઢ્યા છે. એસઓજીએ અપીલ કરી છે કે એટીએમમાં પૈસા ઉપાડવા માટે એટીએમ કાર્ડનો ઉપયોગ સાવચેતીïપુર્વક કરવો જાઇએ. અન્ય વ્યકિતને કાર્ડ આપવો જાઇએ નહીં અને અન્ય વ્યકિતને ન દેખાઇ તે રીતે પોતાનો પિન નંબર નાંખીને પૈસાની લેવડ દેવડ કરવી જાઇએï. અથવા કાર્ડ બદલાઇ જાય તો તરત જ તેને બ્લોક કરવાની કાર્યવાહી કરવી જાઇએ. જેથી ઠગબાજા તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે નહીં.