કોંક્રિટના જંગલો જેવા શહેરોમાં શોભા વધારવા માટે ઈમારતોની બહારની દિવાલો પર કાચના ઍલિવેશન કરવામાં આવે છે. જો કે, આ ઍલિવેશન અબોલ પક્ષીઓ માટે ભ્રમિત કરનારા સાબિત થાય છે. પક્ષીઓ કાચને ખુલ્લું આકાશ સમજીને અથડાતા મોતને ભેટતા હોવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્ના છે. ત્યારે સુરતના રિંગરોડ પર બેંકની દિવાલ પર લગાવાયેલા કાચના ઍલિવેશન સાથે યાયાવર પક્ષી રોઝી ર્સ્ટલિંગ બર્ડના ટોળાનું કરતબ કરતી વખતે અથડાઈને સામૂહિક મોત થયા છે.
રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. આ મુખ્ય કચેરીઍ ગુરુવારે બપોરે વિચિત્ર અકસ્માત નોંધાયો હતો. બન્યું ઍવું હતું કે, બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્નાં હતા. તે વખતે અચાનક પક્ષીઓનું ઍક ઝૂંડ બેંકની ઇ મારતના ઍલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. મોટો અવાજ થતાં કર્મચારીઓ પણ ચૌકી ઉઠ્યા હતા. સિક્યુરિટી જવાનોઍ કેમ્પસમાં ઍકસાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનો મેસેજ આપ્યો હતો. સૌ કોઇ સમસમી ઉઠ્યા હતા. પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો.પ્રયાસ સંસ્થાના દર્શન દેસાઇઍ જણાવ્યું કે, શિયાળાની મૌસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે. અવનવા કરતબ પણ કરે છે. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ ઍકા ઍક બિલ્ડિંગના ઍલિવેશનની ગ્લાસની દિવાલમાં મી૨૨ ઇમેજ હોવાથી તેઓ ગોથું ખાઇ ગયા હતા. બિલ્ડિંગ બહાર આકાશનું પ્રતિબિંબ ગ્લાસ ઉપર જોવા મળતા તેઓ આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા ઍક સાથે ગ્લાસ સાથે અથડાઇ નીચે પટકાયા હતા અને સામૂહિક મૃત્યુ થયા હતા.સુરતમાં મોટાભાગની ઈમારતો પર ઍલિવેશન કરવામાં આવ્યાં છે. કાચના ઍલિવેશન પક્ષીઓને દિશા ભ્રમિત કરનારા સાબિત થઈ રહ્નાં છે. તો અન્ય પ્રકારના ઍલિવેશન ઈમારતમાં આગ લાગતી વખતે ખતરનાક સાબિત થઈ રહ્નાં છે. ત્યારે પાલિકા દ્વારા આ પ્રકારના ઍલિવેશન ન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં શહેરોમાં મોટા ભાગની તમામ ઈમારતો પર ઍલિવેશન જોવા મળી રહ્નાં છે.