
તત્કાલીન ઇન્ચાર્જ વલસાડ સિટી પી.આઇ. વી.એચ.જાડેજાને થોડા સમય પહેલાં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામોના દિવસે કોસંબા ગ્રામ પંચાયત ના સરપંચના વિજેતા ઉમેદવાર સાથે મોડીફાઇડ કરેલી જીપમાં પોલીસની વર્દીમાં ડ્રાઇવિંગ કરતો ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના પ્રકરણમાં સુરત રેન્જ આઇ.જી.ના આદેશથી સસ્પેન્ડ કરી દેવાયા છે

કોસંબા ગ્રા.પં.ની ચૂંટણીમાં ગત તા . ૨૨-૧૨-૨૧એ યોજાયેલી મતગણતરીમાં સરપંચ તરીકે જીતેલા ઉમેદવાર કિરીટકુમાર દામોદરભાઇ ટંડેલ દ્વારા ખુલ્લી ખાનગી જીપ ( નં જીજે.૧૫.સીજે .૧૯૨૭ ) માં કાઢવામાં આવેલી વિજય રેલીમાં જીપની ડ્રાઇવિંગ સીટ પર પોલીસની વર્દીમાં તેમજ મોં પર માસ્ક વગર , સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. વી.એચ.જાડેજા બેઠેલા હતા તથા જીપ ડ્રાઇવિંગ કરતો ફોટો – વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડના પ્રમુખ સંકેત દેસાઇએ આ જીપ અંગે આર.ટી.ઓ.ની વેબસાઇટ પર તપાસ કરતા તેના પી.યુ.સી. અને ઇન્સ્યોરન્સની માન્યતા પૂરી થઇ ગઇ હતી મોડીફાઇડ કરેલી આ ખુલ્લી જીપમાં ગેરકાયદે રીતે ટ્રેક્ટરના પાછળના ભાગે હોય તેવા મોટા જાડા ટાયરો બેસાડવામાં આવ્યા છે આવા વાહન સામે પોલીસે ખરેખર તો ગુનો દાખલ કરવાને બદલે જવાબદાર વર્દીદારી પી.આઇ.એ હોશે હોશે જીપના ડ્રાઇવિંગ સીટ પર બેસીને હંકારી તેમજ ફોટા પણ પડાવ્યા હોવાના આક્ષેપ સાથે સંકેત દેસાઇએ વલસાડ ડી.એસ.પી.ને આવેદનપત્ર સુપ્રત કરીને ગુજરાત પોલીસ પ્રશાસનની ગરિમાને લાંછન લગાડવા બદલ પી.આઇ. જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી કરફયુના કાયદા હેઠળ નવ વર વધુ વિરુદ્ધ પી.આઇ.જાડેજાએ નિયમ મુજબ કાર્યવાહી કરી હોવાને લઇને તેઓ કોઇ આકરી ખાતાકીય કાર્યવાહીથી બચી ગયા હતા પરંતુ કોસંબા ગામે સરપંચની વિજય રેલીમાં ખુલ્લી મોડીફાઇડ જીપમાં બેસીને ફોટોસેશન કરાવવાનું તેમને ભારે પડી ગયું છે સુરત રેન્જ આઇ.જી.ના આદેશ અંતર્ગત પી.આઇ.વી.એચ.જાડેજાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ ઘટનાની તપાસ વાપી એ.એસ.પી.ને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે