
રાંદેર પાલનપુર પાટીયા નજીક ઍક યુવાન સિક્યુરિટી ગાર્ડને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રવિના મામાઍ કહ્નાં કે, નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે ૫૦ રૂપિયા લઈને નીકળેલો રવિ ૧૦ મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને પોસ્ટમોર્ટમ રૂમમાં આવીને સૂઈ ગયો, ખબર નહીં કોની નજર લાગી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાંદેર પાલનપુર પાટીય શાંતિનિકેતન સ્કુલ પાસે રહેતા વિધવા લતાબેન હરિશભાઇ સોલંકી ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમનો પુત્ર રવિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પરિવારનો આર્થિક મદદ કરતો હતો.રવિવારે રાત્રિના બે વાગ્યાના અરસામાં રવિ નોકરી પરથી પરત આવ્યા બાદ ઘરેથી તેની માતા પાસેથી રૂ.૫૦ લઇને નિકળ્યો હતો. ત્યારબાદ પાલનપુર પાટીયા ગાયત્રિ સર્કલ પાસે ગયો હતો. ત્યારે બે બાઇક પર ચાર અજાણ્યા યુવાનો આવી લાકડાના ફટકા વડે હુમલો કરી રવિને મારમારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે રાંદેર પોલીસેને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તેની માતા લતાબેનની ફરિયાદને આધારે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.મૃતકના મામાપ્રવીણભાઈ સોલંકીઍ જણાવ્યું હતું કે પિતાના અવસાન બાદ વિધવા માતાને આર્થિક મદદ કરવા માટે રવિઍ સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી ઍના પણ આવી ગઈ હતી. ઍક નાનો ભાઈ અને ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા વિધવા માતાને મોડી રાત્રે હોસ્પિટલમાંથી આવેલા ફોન પર જાણ કરાતા આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.વધુમાં જણાવ્યું હતું કે નોકરી પરથી આવીને રવિઍ ઘરમાં બેગ મૂક્યું અને માતા પાસે ૫૦ રૂપિયા લઈ ૧૦ મિનિટમાં આવું છું કહીને ગયો હતો. ૩૦ મિનિટ બાદ માતાઍ ઍને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે થોડીવાર પછી મિત્રોઍ ફોન પર જાણ કરી હતી કે રવિની હત્યા થઈ ગઈ, આ સાંભળી આખું પરિવાર રડતું થઈ ગયું હતું. ૧૦ મિનિટનું કહીને ગયેલો રવિ પોસ્ટમોર્ટમમાં આવીને સૂઈ જશે ઍની ખબર ન હતી નહિંતર જવા ન દીધો હોત.વધુમાં જણાવ્યું હતું કે ૬-૮ મહિના પહેલા ઘર પાસે રહેતા અક્ષય નામના યુવક પાસે રવીનો કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે અક્ષયે રવિને લોખંડના સળિયા વડે ઢોરની જેમ ફટકાર્યો હતો. પોલીસે લગભગ પૂછપરછ માટે અક્ષયની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે રવિનો હત્યારો અને હત્યા પાછળનું કારણ ૧૨ કલાક બાદ પણ હજી જાણી શકાયું નથી. રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.