
વર્ષ ૨૦૦૮ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની આ ઘટનામાં ૫૬ લોકોનાં મૃત્યુ અને ૨૪૦ લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં ૪૯ આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હતા, તે આખરે સાબિત થઈ ગયુ છે. ૭૭ માંથી કુલ ૨૮ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો ૪૯ આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામા આવશે. આ ૪૯ દોષિતમાંથી ૧ દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતા તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ તમામ દોષિતોને આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગ્યે સજા સંભળાવવાનો અદાલતે નિર્ણય કર્યો છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૯ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.આવતીકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાંઆવશે.ઉલ્લેખનીય છે કે ૨૬ જુલાઈ ૨૦૦૮નો શનિવારનો દિવસ, અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના ૬.૩૦થી ૮.૧૦ કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક ૭૦ મિનીટમાં ૨૦ સ્થળોએ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું.
૨૦૦૮ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપવાની હતી જેનાં કારણે ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટ અને સાબરમતી જેલમાં પોલીસ અને એ.ટી.એસ. સહિતની સુરક્ષા એજન્સીઓનો જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરાયો. આ ઉપરાંત ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી.ટ્રાયલ કોર્ટના સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આઠમી ફેબ્રુઆરીના રોજ ચુકાદો નિયત કર્યો. ચુકાદાની સુનાવણી ભદ્રની સિટી સેશન્સ કોર્ટમાં થવાની હોવાથી અને આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હોવાથી પોલીસ અને એ.ટી.એસ. સહિતની એજન્સીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે. આ કેસમાં કુલ આરોપીઓ સામે છેલ્લાં ૧૪ વર્ષથી ટ્રાયલ ચાલતી હતી. આ ઉપરાંત મંગળવારે કેસનો ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.ચુકાદાને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૌ પ્રથમવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાર્કિગમાં કાર સહિતનાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. કોર્ટ સંકુલમાં ૧ ડીસીપી, ૨ એસીપી અને ૧૦૦ પોલીસકર્મી હાજર છે. અમદાવાદ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્નાં છે.અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ૭૭ આરોપી દેશનાં ૭ રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ૪૯, મધ્યપ્રદેશના ભોપાલની જેલમાં ૧૦, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં ૪, કણાર્ટકના બેંગલુરુની જેલમાં ૫, કેરળની જેલમાં ૬, જયપુરની જેલમાં ૨ અને દિલ્હીની જેલમાં ૧ આરોપી છે.