
ગોડાદરા કેશવ નગરમાં ૩૫ વર્ષિય મહિલા ત્રીજા માળે ધાબા પરથી શંકાસ્પદ રીતે ૩૦ ફૂટની ઉંચાઈએથી પટકાંતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ.પરિવાર બૂમાબૂમ થતા દોડીને જતા મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.મહિલા માનસિક બીમાર હોવાની દવા ચાલી રહી હતી.
મૂળ બિહાર વતની હાલ ગોડાદરા કેશવ નગરમાં ૩૫ વર્ષિય ગુડ્ડીદેવી પ્રજાપતિ બે દીકરા અને એક દીકરી અને પતિ સાથે રહેતી હતી.પતિ મજૂરી કામ કરે છે. વહેલી સવારે ગુડ્ડીદેવી ત્રીજા માળે ધાબા પરથી શંકાસ્પદ રીતે ૩૦ ફૂટની ઉંચાઈએથી પટકાંતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ.લોકોની બૂમાબૂમ બાદ પરિવાર ઉંઘમાંથી ઉઠીને દોડતા ગુડ્ડીદેવી નીચે પટકાયા બાદ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ગોડાદરા પોલીસે જાણ થતા તેઅો દોડી આવી તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી ઘટનામાં પરિવારે કહ્નાં કે ગુડ્ડીદેવીની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. ઉંઘ ખુલી ત્યારે ખબર પડી કે પત્ની નીચે પટકાય છે.પોલીસે જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે ૬ વાગ્યાનો હતો. કોઈ મહિલા ધાબા પરથી નીચે પટકાયા બાદ મોતને ભેટી હતી. સ્થળ તપાસ કરતા મહિલા ગ્રાઉન્ડ સાથેના બે માળ પછીના ધાબા પરથી શંકાસ્પદ રીતે નીચે પટકાય હોવાનું સામે આવ્યું હતું.