
બાયોડીઝલની આડમાં કેમિકલ મિશ્રિત જ્વલનશીલ પ્રવાહી વેચતા સિંગણપોરના બે પંપ ઉપર પીસીબીની ટીમે રેઇડ કરી ૨૦,૨૦૦ લિટર બનાવટી બાયોડીઝલ અને ત્રણ વાહનો સહિત ૪૮ લાખની મતા કબજે કરી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સંચાલક સહિત ત્રણની અટકાયત કરી હતી.
સિંગણપોર હાથી મંદિર પાસે આવેલા વિન્ટેજ ર્પાકિંગ અને ડભોલી રોડ બાલાજી કંપાઉન્ડમાં પતરાંના શેડ ઊભા કરી બાયોડીઝલને નામે ભેળસેળિયું કેમિકલ વેચવામાં આવતી હોવાની બાતમી વચ્ચે પીસીબીની બે ટીમ બનાવી રેઇડ કરવામાં આવી હતી. હાથી મંદિર પાસે કરાયેલી રેઇડ દરમિયાન અહીંથી ૧૩.૨૬ લાખની કિંમતનું ૧૭ હજાર લિટર ભેળસેળિયુંકેમિકલ મળી આવ્યું હતું. બાયોડીઝલ ભરેલું ટેન્કર, ઍક ટેમ્પો તથા બે ડીઝલ મીટર પંપ અને બીજી સામગ્રી સહિત ૪૧.૪૧ લાખની મતા મળી આવી હતી. પોલીસે અહીં મજૂરી કરતાં પાર્થ પ્રવીણ જેઠવા અને ડ્રાઇવર વિનોદ નનકુરામ યાદવને ડિટેઇન કર્યો હતો. આ પંપ કતારગામનો મનીષ હરસુલ ભાકિયા ચલાવતો હોવાનું જણાવ્યું હતું.આ પંપનો સંચાલક દશરથ ઉર્ફે દિલીપ મારવાડી દાલચંદ ખીચીને પોલીસે ડિટેઇન કરી ૨.૪૯ લાખની કિંમતનું ૩૨૦૦ લિટર કેમિકલ મિશ્રિત બાયોડીઝલ અને બોલેરો પીકઅપ ટેમ્પો તથા બીજા સરંજામ સહિત કુલ ૬.૪૮ લાખની મતા કબજે કરી હતી. પોલીસે નમૂના ઍફ.ઍસ.ઍલ.માં પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ કયા-કયા કેમિકલનો વપરાશ થતો હતો તેનો ખુલાસો થશે.