મિત્રની હત્યાનો બદલો લેવા તમંચો રાખનાર ૧૭ વર્ષીય કિશોરને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં વધુ બે નામ ખુલતા પોલીસે બંનેને તમંચા સાથે પકડી પાડ્યા હતા. આમ ૩ આરોપીઓ ૩ તમંચા સાથે ઝડપી પડાયા હતા.
લિંબાયત પીઆઇ ઍચ.બી. ઝાલાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈને બાતમી મળી હતી કે મીઠીખાડી વિસ્તારમાં રહેતા કિશોર પાસે તમંચો છે. બાતમીના આધારે લિંબાયત પોલીસે ૧૭ વર્ષિય કિશોરને તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.કિશોરે પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે તેને આ તમંચો વિકાસ ઉર્ફ નેપાળી શિવ યાદવે આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે આરોપી શિવ યાદવ અને તેની સાથે સત્યમ ઉર્ફ આનંદ વેદપ્રકાશ કિનારીને ઝડપી પાડ્યો હતો. બંને પાસેથી બે તમંચા અને કુલ ૭ કારતુસ કબજે કર્યા છે. ૧૭ વર્ષિય કિશોરના મિત્ર ગુડ્ડુનું થોડા સમય પહેલા મર્ડર થયું હતું. તેનો બદલે લેવા માટે તમંચો લઈને ફરતો હતો. તમામ આરોપી મારામારીમાં અનેક વખત પકડાયા છે.