
લીંબાયતના ઍક યુવકે નિલગીરી રેલવે ફાટક ઉપર ટ્રેન સામે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ લવાયો હતો. ઇજાગ્રસ્તો મને ઍવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં, મને મારી જ નાખો સાહેબ શેઠ પગાર નથી આપતો, ઘરે જાઉં તો પત્ની પગાર માગે છે, ઘરનું ભાડું ચૂકવવાનું પણ બાકી છે, મારે નથી જીવવું કહેનાર ઍક શ્રમજીવીની વ્યથાઍ ડોક્ટરોના પણ રુવાડા ઉભા કરી દીધા હતા.
લીંબાયત છત્રપતિ શિવાજી નગર ૩૦ વર્ષિય વિનોદ બાબુલાલ વૈદ્ય ટેમ્પો ચાલક છે. પગાર પર જ ત્રણ સંતાન, પત્ની, માતા સહિત આખા પરિવારનું ગુજરાન ચલાવી રહ્ના છે.વિનોદભાડાના મકાનમાં રહેતા હોવાથી પેટ ભરાઈ કે ન ભરાઈ પણ ભાડા ભરાવવા જોઈઍ. ઍક મહિનાથી પગાર ન થયો હોવાને કારણે ભાડું પણ બાકી હતું. ઘર ચલાવવા પત્ની પૈસા માગે અને ઝઘડાના ઘર થતા હતા. જેથી રાત્રે ૧૦ઃ૩૦ વાગે વિનોદ આવું છું કહી ને ગયે ત્યારબાદ વિનોદ પરત નહીં આવતા પરિવારે ૩ કલાક સુધી શોધખોળ કરી હતી. ત્યારબાદ સવારે ૪ વાગેઅચાનક સિવીલ હોસ્પિટલથી ફોન આવ્યા બાદ ખબર પડી ઍટલે પરિવાર દોડી આવ્યો હતો.સિવિલ મેડિકલ ઓફિસર ડો. ઉમેશ ચૌધરીઍ જણાવ્યું હતું કે, ગંભીર હાલતમાં લવાયેલો યુવક બસ ઍક જ વાત કરતો હતો કે મને ઍવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં, મને મારી જ નાખો, મારે નથી જીવવું, શેઠ પગાર નથી આપતો, ઘરે જાઉં તો પત્ની પગાર માગે છે, ઘર ભાડું ચૂકવવાનું પણ બાકી છે. ઍની વ્યથા સાંભળી ખૂબ જ દુઃખ થયું. આર્થિક લાચારી ઍને આપઘાતના પ્રયાસ સુધી લઈ ગઈ હોય ઍમ લાગતું હતું. જમણા હાથની આંગળી કપાઈ ગઈ હતી, ડાબા પગમાં પણ ગંભીર ઇજા હતી. પગ બચાવવા તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડે ઍવી હાલત હતી.પોલીસે જણાવ્યું હતું કે, ઘટના મળસ્કે ૨ઃ૧૫ની હોય ઍમ કહી શકાય છે. ઉધના રેલવે સ્ટેશન ઉપરથી ફોન આવ્યા બાદ ટીમ ઘટના સ્થળે દોડી હતી. ઍક યુવક ટ્રેન અડફેટે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ટ્રેક પર પડ્યો હતો. ૧૦૮ની મદદથી યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ મોકલી દેવાયા હતા.