સરથાણા સીમાડા નાકા બીઆરટીઍસ પાસે ઍક ફાસ્ટફુડની દુકાનમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી જોકે ફાયરના જાણ કરતા લાશ્કરો દોડી આવ્યા હતા. આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિત પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે કોઈ જાનહાનિ પહોચી ન હતી.આગથી દુકાનમાં રાખેલો સામાન બળીને ખાક થઇ ગયુ હતુ
સરથાણા બાપાસીતારામ ચોક બીઆરટીઍસ પાસે અસ્વાગત સોસાયટીમાં શંકર ફાસ્ટફુડની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક વિઠ્ઠલભાઈ બાબરીયા છે .ગુરૂવારે સવારે ૯ વાગ્યાના અરસામાં દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી.આ અંગે ફાટરને જાણ થતા લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ફાયેર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયરે ય તપાસ કરતા કોઈ પ્રસંગે દુકાનમાં ફટાકડા લાવવામાં આવ્યા હતા .જેમાં અચાનક આગ લાગતા ફટાકડા સળગી ઉઠયા હતા.આગથી દુકાનમાં રાખેલો સામાન બળીને ખાક થઇ ગયુ હતુ.ફાયર ઓફિસર રાહુલ બાલાત્રા ઍ જણાવ્યું હતું કે, ઘટના સ્થળે ગયા બાદ પહેલા માળે ઍક દુકાનમાં ફટાકડા ફૂટતા હોવાના અવાજ બાદ ખબર પડી કે આગ પાછળનું કારણ શું હોય શકે, નીચે ફાસ્ટ ફૂડ અને ઉપર બેઠક વ્યસ્થા વાળી દુકાનમાં પ્રસંગને લઈ સ્ટોર કરાયેલા ફટાકડામાં તનખલો લાગતા આગ લાગી ગઈ હતી. આજુ બાજુની બે દુકાન અને પાછળનું ઍક ઘર આગની ઝપેટમાં આવે ઍ પહેલાં જ ફાયરના જવાનોઍ આગ પર કાબૂ મેળવવામાં સફળ થયા હતા. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી.