સુરતના સીટી લાઈટ મહેશ્વરી ભવન સામે આવેલા નેમીનાથ ઍપાર્ટમેન્ટમાં રહેતા ઉદ્યોગપતિ રાજ લોખંડવાલા ને કિપ્ટો ઇન્વેસ્ટમેન્ટમા રોકાણના નામે રૂપિયા ૨૬ લાખથી વધુ પડાવી લેનાર બે ઠગબાજો ની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી
સીટીલાઈટ મહેશ્વરી ભવન સામેના નેમિનાથ ઍપાર્ટમેન્ટમાં રહેતા અને સચિન જીઆઈડીસીમાં કંપની ધરાવતા રાજ સામ લોખંડવાલા નામના વેપારીને ઠગબાજાઍ પોતે ઇન્ડોનેશિયન હોવાનું જણાવી કિપ્ટો ઈન્વેસ્ટમેન્ટમાં વધુ વળતર મળશે તેવી લોભામણી સ્કીમ આપીને તેમની પાસેથી રૂપિયા ૨૬ લાખથી વધુ પડાવી લીધા હતા જેની ફરિયાદ રાજ લોખંડવાલાઍ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ઇન્ડોનેશિયન હોવાનું જણાવી તેમની સાથે ઠગાઇ કરનાર આરોપીઓની ધરપકડ કરી હતી.