તણાવમાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે અડાજણના રાજહંસ વ્યુ કોમ્પ્લેક્સમાં હ્લદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ-૧૨ના વિદ્યાર્થીઍ માતાની નજર સામે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. કોમ્પલેક્સની છત પર ચડેલા વિદ્યાર્થીને માતા સાદ પાડે અને દીકરો સાંભળે તે પહેલાં જ નીચે કુદી પડતાં મોત થયું હતું. જથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. પણ આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, મરનારનું નામ શૌર્યમન મનીષ અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે.સવારે લગભગ ૧૦ થી ૧૦:૧૫ વાગ્યાના અરસામાં શૌર્યમન ઘરમાંથી માનસિક તણાવમાં લિફ્ટમાં બેસીને ધાબા ઉપર જતા માતા પાછળ દોડી હતી. ઍટલું જ નહીં, પણ છત ઉપર ચઢેલા દીકરાને બૂમ પાડે ઍ પહેલાં જ શૌર્યમનઍ માતાની નજર સામે છલાંગ મારતા માતા હેબતાઈ ગયા હતા. બૂમાબૂમ કરી દેતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૌર્યમનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.પોલીસ તપાસમાં શૌર્યમન ધોરણ-૧૨નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. તેને ઍક નાનો ભાઈ છે. જે ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઍટલું જ નહીં, પણ મૃતકના કાકા આઇટી ઑફિસના કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.