પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલની બંને બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા બિલ્ડિંગને સેફ ઝોનમાં મુકવા ૩ માળની બિલ્ડિગમાંથી ઉપરનો ૧ માળ જ્યારે ૮ માળની બિલ્ડિંગમાંથી ઉપરના ૨ માળ ઉતારી પાડવા નક્કી કરાયું છે.
તાજેતરમાં જ લાઇટ ઍન્ડ ફાયર સમિતિઍ મસ્કતી હોસ્પિટલમાં ફાયર સેફટી ફિટ કરવાની કામગીરીના ખર્ચનો અંદાજ મંજુર કર્યો હતો. આ પ્રક્રિયા શરૂ કરવાની સાથે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ જાણવાનું નક્કી કરાયું હતું. જેમાં બિલ્ડિંગ ઉપર લોડ વધુ હોવાથી તેને તાત્કાલીક મરામત કરવા અથવા લાંબા સમય સુધી સેફ ઝોનમાં રાખવા માટે બિલ્ડિંગ લોડ હળવું કરવાના સુચન રજુ કરાયાં હતાં.તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મસ્કતી હોસ્પિટલનું રોડ તરફનું ૩ માળનું બિલ્ડિંગ વર્ષ ૧૯૫૬ જ્યારે ૮ માળનું બિલ્ડિંગ વર્ષ ૧૯૮૬માં નિર્માણ કરાયું હતું. હાલમાં ત્રીજા માળે વીબીડીસી વિભાગ જ્યારે ૭મા અને ૮મા માળ ઉપરની ઓફિસો લાંબા સમયથી બંધ પડી હતી. ઉપરના માળ ઉતારી પાડવા સ્ક્રેપ વેલ્યુ મંગાવવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા નક્કી થતાં જ ઍકથી બે માળ તોડી પાડવાનું શરૂ કરાશે.