મધ્યપ્રદેશમાં દાદીની જમીન ઉપર ખેતીવાડી કરતા અટકાવી દાદીને માનસિક યાતનાઓ આપતા સંબંધીને ઠપકો આપનાર ઍક જ પરિવારના ૫ જણાને માર મારતો વીડિયો સામે આવ્યો છે. જમીનના ઝઘડામાં ૩ના માથા ફોડનાર બન્ને પક્ષકારો સામસામે પોલીસે ફરિયાદ નોંધી હોવાનું બહાર આવ્યું છે. સુરતના ભરથાણા ગામમાં બનેલી મારામારીની ઘટનામાં પરિવારે કહ્નાં હતું કે બે પુત્રોને માથામાં ૬ અને ૧૦ ટાકા આવ્યા ને ડોક્ટરોઍ રજા આપી દીધી તો પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધાને સામાવાળાને માથામાં માત્ર ૪ ટાકા આવ્યા ને ઓળખાણથી દાખલ થઈ ગયો તો પોલીસ લાચારી બતાવી રહી છે.
ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય મનીષ વણજારાઍ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં જમીન ગુડ્ડુ કછાવાની દાદીની છે. ૧૫ વિઘા જમીન પર ખેતી કરી આવક મેળવવા માગે છે. સુરતના ભરથાણા ગામમાં રહેતી દાદીને ખેતીની આવકમાં હિસ્સો આપવા પણ ગુડ્ડુ તૈયાર છે. જોકે દૂરના સંબંધી મુકેશ અને ઍના પિતા કાળુ કછાવા આ જમીન પર ખેતીવાડી કરતા અટકાવી દાદાગીરી કરતા આવ્યા છે.વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગુડ્ડુને ખબર પડી કે સામાવાળા દાદીને માનસિક યાતનાઓ આપી રહયાં છે ઍટલે ઍ પત્ની રેખા, બે પુત્રો અને ભાઈ સાથે દાદીની ખબર પૂછવા ભરથાણા ગયા હતા. જ્યાં સામાવાળા પિતા-પુત્ર આણી મંડળી આ પરિવારને પતાવી દેવા વોચ રાખીને બેસી હતી. આખા પરિવાર પર અચાનક હુમલો થતા પોતાના બચાવમાં હાથ ઉપાડવો પડ્યો હતો. જેમાં કાળુભાઇને માથામાં ૪ ટાકા આવ્યા ને દાખલ થઈ ગયા હતા.વધુમાં જણાવ્યું હતું કે આ હુમલામાં ગુડ્ડુ અને તેની પત્નીને ગંભીર ઇજા, બન્ને પુત્રોને માથામાં ૬ અને ૧૦ ટાકા આવ્યા, ભાઈને ગંભીર ઇજા થઇ છે. આખા પરિવારને જાહેરમાં માર મારતો વીડિયો સામે આવ્યો તેમ છતાં પોલીસે બન્ને પુત્રો અને સામા પક્ષના ૧૪ જણાની અટક કરી છે. અમરોલી પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ કરી રહી છે.