રાંદેરમાં કાર હઠાવવાના મુદ્દે કૌટુમ્બિક ભાઇ ઓ વચ્ચે ચાલી રહેલાં ઘર્ષણમાં ઝડપાયેલાં સાળાઓને જામીન ઉપર છોડાવનાર અખબાર નવીસ બનેવીને ટપોરીઓઍ જીલાની બિજ ઉપર આંતરી લઇ ચપ્પુના ઘા મારી રહેસી નાંખ્યો હતો. હત્યા વખતે આ પત્રકાર પત્ની અને સંતાનો સાથે બાઇક ઉપર જઈ રહયાં હતા ત્યારે ધોળે દિવસે આવેલાં આરોપીઓઍ પરિવારની સામે જ ખૂની ખેલ કરી કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા.
સાપ્તાહિક અખબાર ચલાવતાં જુનૈદ પઠાણ પત્ની સગુફ્તા તથા ત્રણ પુત્રીઓ સાથે રાંદેર પાલીયાવાડથી બાઇક ઉપર નીકળ્યો હતો. પ્રાણનાથ હોસ્પિટલમાં ભાણેજની ખબર કાઢવા જઇ રહેલું આ પરિવાર જીલાની બિજ ઉપર પહોંચ્યું હતું ત્યારે ઍક કારમાં આવેલાં ચાર વ્યક્તિઓઍ તેમને આંતરી લીધા હતા. જેમાં જુનૈદનો કૌટુમ્બિક સાળો અઝરુદ્દીન આબેદીન સૈયદ, નિઝામુદ્દીન સૈયદ સહિત ચાર વ્યક્તિઓ ઘાતક હથિયરા સાથે બહાર આવ્યા હતા અને પત્ની અને સંતાનોની સામે જ હુમલાખોરો ચપ્પુ વડે આડેધડ ઘા મારી ફરાર થઇ ગયા હતા. ઉતાવળે હોસ્પિટલમાં લઇ જવાયેલાં જૂનૈદ પઠાણનો શ્વાસ જો કે તે પહેલાં જ થંભી ગયો હતો. ભરચક અવર જેલમાંથી જુનૈદ જવર ધરાવતાં બિજ ઉપર તે રીતે ઍક પત્રકારની ઘાતકી હત્યા કરી દેવાઇ હતી તે જાણ્યા બાદ રાંદેર પોલીસ તથા ઉપરી અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ ઝઘડા પાછળ જુનૈદના સાળા સલમાન અને સદ્દામ ગુલામ સૈયદ સાથે તેમના જ પિતરાઇ ભાઇ અઝરૂદ્દીન સૈયદ સાથે ઍક મહિના પહેલાં થયેલો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ જણાવી રહી છે. સદ્દામ અને સલમાને અઝરૂદ્દીનના નાના ભાઇ ઇકબાલની હત્યાની કોશિશ કરી હતી. બંનેને પઠાણે તાજેતરમાં મુક્ત કરાવ્યા હોઇ આ કૌટુમ્બિક સાળાઓઍ જુનૈદ ઉપર અદાવત રાખી તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે ઍકને ડિટેઇન પણ કરી લીધો હતો. પરંતુ જે રીતે સરાજાહેર ઍક જાગૃત નાગરિકની હત્યા કરી દેવાઇ હતી તેને લઇને પોલીસ પ્રત્યે ટપોરીઓમાં જે ભય હોવો જોઇઍ તે રહયો નથી તેની ચાડી ખાય છે.