સુરતમાં ભીમરાડ નજીક ડમ્પરના ચાલકે મોપેડ સવાર યુવક-યુવતીને અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પરિવારે કહ્નાં કે સગાઈ કરીને ૬ મહિના જ થયા હતા. નવા જીવનની શરૂઆત કરવાના હતા. બન્ને પરિવારના ઍકના ઍક દીકરા-દીકરી હતા. બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે ઘટના બાદ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
પરિવારે કહયું હતું કે સંતોષ રણછોડ ખલાસી ગભેણી ગામ વાડી ફળિયામાં રહેતો હતો. વિધવા માતાનો ઍકનો ઍક દીકરો અને બે પરિણીત બહેનોનો ઍકનો ઍક ભાઈ હતો. સંતોષ ડાઇંગ મિલની લેબમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. માતા પુત્રના મોતના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડી છે. ૬ મહિના પહેલા પુત્રની સગાઇ કરી લગ્નની તૈયારી ચાલી રહી હતી. મહિલાના પરિવારજનોઍ કહયું હતું કે ઍકની ઍક દીકરીને ડમ્પર ચાલકે કચડી મારતા પિતા સહિત આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સામાન્ય પરિવારમાંથી આવતા બન્ને પરિવારના ઍકના ઍક સંતાનના મોતને લઈ આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.