
કામરેજ તાલુકાના ઘલુડી ગામે રહેતા શ્રમજીવી પરિવાર મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતું હતું. ગત ૧૪મી ફેબ્રુઆરી વેલન્ટાઈન દિવસે ભાઈઍ બહેનના ચારિત્ર પર શંકા રાખી કોયતા વડે હુમલો કર્યો હતો. ઘટના અંગે પરિવારના મોભીને ફોન પર જાણ થતાં ઘરે આવી ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને કામરેજ પોલીસમાં સાળા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.જોકે, સાળો હુમલો કરી ફરાર થઈ ગયો છે.
કામરેજ તાલુકાનાં ઘલુડી ગામે બમ્પ કોલોનીમાં રહેતા અજયભાઇ અરવિંદભાઇ વસાવા પત્નિ સુમિત્રાબહેન તથા છોકરી દિવ્યા તથા પુત્ર કેયુર સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અજય સાથે તેનો સગો સાળો કરણ રામસિંગ વસાવા પણ સાથે રહી મજુરી કામ કરતો હતો. દસેક દિવસથી અજય તેનાં બંને સંતાનોને લઇ કઠોર મોદી નગરમાં તેનીબહેન કંકુ ને ત્યાં રહેવા ગયો હતો અને ત્યાથી જ મજુરી કામ કરતો હતો. તા ૧૪-૨-૨૦૨૨નાં ઘલુડી ગામનાં સરપંચનાં મોબાઇલ ફોન પરથી અજયની ભાભી દક્ષાબહેન અજુન વસાવાઍ ફોન કરી અજયને જણાવ્યું હતું કે તારી પત્નિ સુમિત્રાને તેનાં સગો ભાઇ કરણે લોખંડનાં કોયતાથી ગળામાં મારી દીધેલ છે, અને ગંભીર ઇજાથી લોહી ખૂબ જ નીકળે છે.જેથી અજય તરત જ ઘલુડીનાં ઘરે આવ્યો હતો.પત્નીને પુંછતા તેણે જણાવ્યું હતું કે કરણ તેનાં ચારિત્ર પર શંકા રાખતો હતો. તારુ કોઇની સાથે લફરું છે તેમ કહીં તેના હાથમાંનાં લોખંડનાં કોયતાથી ગળામાં મારી જતો રહેલ છે.લોહી લુહાણ હાલતમાં સુમિત્રાને ખોલવડ દિનબંધુ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ગળાના ભાગે ઓપરેશન કરવામા આવ્યું હતું. અજય વસાવાઍ સાળા કરણ રામસિંગ વસાવા સામે ઇપીકો ૩૦૭ મુજબ કામરેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. તપાસ પીઍસઆઇ પી ઍમ પરમાર કરી રહયા છે.