
રાંદેર પાલનપુર પાટિયા રૂપાલી સિનેમા પાસે જીઇબીની ઇલેક્ટ્રિક પેટીમાં મોડી રાત્રિના સમયેઅચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ જાવા મળ્યો હતો.જાકે ફાયરે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
રાંદેર વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે જીઇબીની ઇલેક્ટ્રિક પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના ફાઇટરોઍ ઘટના સ્થળે દોડી આવી ૧૦ મિનિટમાં સપ્લાય બંધ કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. જીઇબીની ઇલેક્ટ્રિક પેટીમાં કોઈ શોર્ટ સર્કિટ કે, ધડાકા વગર જ આગ લાગી ગઈ હતી.ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ ૧૦ વાગ્યાના અરસામાં બની હતી. રૂપાલી સિનેમા નજીક ટોડ ઉપર ઇલેક્ટ્રિક પેટીમાં આગનો કોલ મળ્યા બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે જઇ આગ કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.જાકે આગથી કોઇને નુકશાન થયુ ન હતુ.