સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં ચકચાર જમાવનાર ગ્રીષ્માના હત્યારાને સખ્ત સજા થાય તેવી લાગણી સાથે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપી તેવી લાગણી સાથે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારત રત્ન લતા મંગેશકરને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. પાલિકાની બજેટની ખાસ સામાન્ય સભામાં પાંચ મીનીટ માટે મુલતવી રાખવામાં આવી હતી.
સુરત મહાનગપાલિકાની બજેટની ખાસ સામાન્ય સભા શરૃ થયાવની સાથે મેયર હેમાલી બોઘાવાવાઍ શોક દર્શક ઠરાવ રજુ કર્યો હતો. મેયેરે ડાયસ પરથી ૧૨ ફ્બુ્રઆરીના રોજ પાસોદરા ખાતે થયેલા હત્યાકાડનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સુરતમાં આ ઘોઝારી ઘટના બની હતી તેમાં દિકરી ગ્રિષ્માનું દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેના આત્માને શાંતિ આપે અને તેના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને હત્યારાને કાયદામાં કડકમાં કડક સજા કરે તેવી લાગણી રજુ કરીને શ્રધ્ધાંજલી આપાવમાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીઍ ભારત રત્ન ઍવા લતા મંગેશકરના મૃત્યુ બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમને શ્રધ્ધાંલી આપી હતી. આ શ્રધ્ધાંજલી આપીને પાંચ મીનીટ માટે સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી હતી.