
સંગીત જગતને વધુ ઍક મોટો ફટકો પડ્યો છે. બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લાહેરી ૬૯ વર્ષના હતા. સમાચાર ઍજન્સી અનુસાર બપ્પી લાહેરી ઘણા સમયથી બીમાર હતા અને જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૭૦ અને ૮૦ના દાયકામાં તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા.
બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત ભંકાસ હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગી ૩ માટે બનાવ્યું હતું.બપ્પી લાહેરીનું સાચું નામ આલોકેશ લાહેરી છે. તેમનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૫૨ના રોજ પડ્ઢિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લહેરી અને માતાનું નામ બંસરી લાહેરી છે. બપ્પી લાહેરીને બે બાળકો છે.ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કર્યું, રોકસ્ટાર બપ્પી લાહિરીજીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. વિશ્વાસ નથી કરી શકતો કે મારા પાડોશી હવે નથી રહ્ના. તમારું સંગીત હંમેશા અમારા હૃદયમાં રહેશે.મૃત્યુના બે દિવસ પહેલા જ સિંગર-કોમ્પોઝરે પોતાના ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર ઍક થ્રોબેક પિક્ચર શેર કર્યો હતો. તેમણે પોતાનો જ ઍક થ્રોબેક શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની સિગ્નેચર સ્ટાઈલ- સનગ્લાસ અને સોનાની ચેઈન સાથે જોવા મળે છે. આ સાથે જ તેમણે લખ્યું હતું કે, ઓલ્ડ ઈઝ ઓલ્વેઝ ગોલ્ડ.બપ્પી લાહિરી પહેલા સ્વરા કોકિલા લતા મંગેશકરનું ૬ ફેબ્રુઆરીઍ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું.