સમગ્ર ગુજરાત સહિત સુરત શહેરમાં હત્યા, લૂંટ, બળાત્કાર, ચોરી, દારૂ, અફીણ-ગાંજાના વેચાણ સ્પા અને કપલબોકસમાં ગેરકાયદેસર અનૈતિક ધંધાઓ ધમધમી રહ્ના છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મામલે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં સહિત દેખાવો કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપની સરકાર મોં પર ખંભાતી તાળાં લગાવી તમાશો જોઈ રહી છે.ગુજરાતમાં કોઈ સલામત નથી. ગુજરાત રાજ્યની ભાજપ સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિની જાળવણી કરવામાં ગૃહ મંત્રી તરીકે સદંતર નિષ્ફળ નિવડ્યા છે. હત્યાઓ પર હત્યા છતાં ભાજપના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવી આંખે પાટા બાંધીને ગુજરાતના લોકો સાથે વિશ્વાસઘાત કરી રહયા છે, જે ભાજપની સરકાર માટે શરમજનક બાબત છે.કોંગ્રેસ સુરતના પ્રમુખ નિષધ દેસાઈઍ જણાવ્યું કે, જે નિર્દોષ લોકોની હત્યા થઈ છે તેમને ન્યાય મળે તે માટે હત્યારાઓ સામે તાત્કાલિક કેસો ચલાવી તે હત્યારાઓને ફાંસી આપવામાં આવે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાની નિષ્ફળતા સ્વીકારી તાત્કાલિક અસરથી રાજીનામું આપે તેવી માંગણી અમે કરી રહ્ના છીઍ. આ સરકાર તો અમને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવા પર જાણે પ્રતિબંધ ફરમાવ્યો હોય ઍ પ્રકારે અમારી સાથે વ્યવહાર કરી રહી છે. રાજ્ય સરકાર જેટલું કોંગ્રેસ પક્ષને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે ઍટલું જો આ ગુનાહિત તત્વોને દબાવવા માટે અને રોકવા માટે પ્રયાસો કરે તો આ પ્રકારની ઘટનાઓ સુરત શહેરમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં થતી અટકી શકે છે.