મનપાના દબાણખાતાના કર્મચારીઓઍ આઈ માતા રોડ પર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં દબાણ હટાવવા માટે આવ્યા હતા. જ્યા પાલિકાના કર્મચારી ઓઍ શાકભાજી વિક્રેતાને મારા મરાયા ના આક્ષેપ કરવામાં આવ્યો છે.
શુક્રવારે સવારે સુરત મહાનગરપાલિકાના દબાણખાતાના અધિકારી સ્ટાફ સાથે દબાણો દૂર કરવામાં માટે આઈ માતા રોડ પર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં આવ્યા હતા.જ્યા વર્ષોથી શાકભાજી વેચી પેટિયું રડતા લોકો સાથે દબાણ હટવાને લઇ રકઝક થઇ હતી.જેને લઇ પાલિકાના કર્મચારી ઓઍ શાકભાજી વિક્રેતાને મારા માર્યો હોવાનો આક્ષેપ સ્થાનિક શાકભાજી વિકેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે. સાથે પાલિકાના કર્મીઓ વારંવાર હેરાન કરતા હોવાનો પણ શાકભાજી વિક્રેતાઓ દ્વારા આક્ષેપ કરાયો છે.