
ગ્રિષ્મા હત્યા કાંડ બાદ શહેર પોલીસ ઇશ્કી ટટ્ટુઓને ડામવા માટે મેદાને પડી છે. શાળા-કોલેજની આસપાસ અડ્ડો જમાવતાં રોમિયોને ડામવા માટે ૫૦ મીટરના દાયરામાં બેસવા ઉપર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યાના બીજાં જ દિવસથી શહેર પોલીસ કામે લાગી ગઇ હતી. દિવસ દરમ્યાન શહેરની શાળા-કોલેજોની બહારથી ૩૬ ઇશ્કી ટટ્ટુઓને પકડી જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરાયા હતા.
સુરત ગ્રામ્યના પાસોદરામાં ૨૧ વર્ષીય કોલેજીયન યુવતી ચિષ્માની ઍક તરફી પ્રેમમાં હત્યા થયા બાદ શહેરમાં પણ હત્યાઓનો રાફડો ફૂટી નીકળ્યો હોય તેમ સચીનમાં પરિણીતાના ઍક તરફી પ્રેમમાં વિધર્મીઍ મહિલાના ૧૧ વર્ષીય પુત્રની હત્યા કરી નાંખી હતી. તેના બે દિવસ પહેલાં ઉધનામાં પ્રેમીઍ પ્રેમિકાની અને રાંદેરમાં પણ પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ કમિશનરે અજય તોમરે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઍક્શન પ્લાન બનાવ્યો હતો. શાળા કોલેજની આસપાસ ધમધમતા કપલ બોક્ષ બંધ કરાવવાની સાથે શિક્ષણ સંકુલની આસપાસ ૫૦ મીટરમાં બેસતાં ઇશ્કી ટટ્ટુઓ ઉપર પણ કાર્યવાહી કરવા આદેશ છોડ્યા હતા. કમિશનરના આદેશ સાથે જ શહેર પોલીસ શાળા-કોલેજોની બહાર તૂટી પડી હતી. ખટોદરા પોલીસે ભટાર ચાર રસ્તા હિન્દી વિદ્યા ભારતી સ્કુલ બહારથી ત્રણને તથા ભગવાન મહાવીર કોલેજ પાસેથી ઍક ઇશ્કી ટટ્ટુને પકડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. અમરોલી, ડીંડોલી, ઉમરા, રાંદેર સહિત ઠેર ઠેર રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથ ધરી ૩૬ જેટલાં લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી.બીજી તરફ પાસોદરામાં યુવતીની હત્યા બાદ સૌરાષ્ટ્રવાસી આગેવાનો તથા સંસ્થાઓઍ પણ આ કપલબોક્ષની હાટડીઓ બંધ કરવા માટે માગણી કરતા પોલીસે આજે જાતે જઇ તમામ કપલ બોક્ષ બંધ કરાવી દીધા હતા. પોલીસે જાતે જ કપલ બોક્ષમાં જઇ પોતે તેને દર કરી દઇ માલિકોને સખત શબ્દોમાં ર્વોનિંગ આપી હતી. સ્મોકિંગ ઝોન પણ દૂર કરી દઇ જાહેરમાં ધુમ્રપાન કરતા ૨૦૮ લોકો ઉપર દંડની કાર્યવાહી કરી હતી.