મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાનમાં પક્ષીઓની ગણતરી દર વર્ષે કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી પક્ષી પ્રેમીઓને નિમંત્રણ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે રાતાપાણી ટાઈગર રિઝર્વ ખાતે થયેલી પક્ષી ગણતરીમાં સુરતના પર્યાવરણપ્રેમીનો પણ ફાળો રહ્ના છે. જ્યાં ૨૧૦ જેટલી પક્ષીઓની પ્રજાતિ જોવા મળી છે.
મધ્યપ્રદેશના વિંધ્યાચલ ની પર્વતમાળામાં આવેલ રાતાપાણી ટાઈગર રિઝર્વમાં બર્ડ કાઉન્ટિંગ માટે દેશભરના ૯૫ વોલેન્ટીયરોને નિમંત્રિત કરાયા હતા. જેમાં સુરતના પર્યાવરણ પ્રેમી અને પક્ષીપ્રેમી યતીનભાઈ પણ હતા. બે દિવસની આ પક્ષી ગણતરીમાં સુરતમાંથી તે ઍકમાત્ર હતા. ત્રણ-ત્રણની ટુકડીમાં પક્ષીપ્રેમીઓ ઍ ૨૧૦ પક્ષીઓની પ્રજાતિઓની નોંધણી કરી હતી.પક્ષીપ્રેમી યતીન સંઘોઈ ઍ કહ્નાં કે, આ પ્રકારની પક્ષી ગણતરી ઍક અલગ અનુભવ આપે છે. ગત વર્ષે ગાંધીનગરમાં થયેલી ગણતરીમાં પણ સુરત થી હું ઍકલો જ હતો. આ વર્ષે ૫થી ૭ પક્ષીઓની ઍવી પ્રજાતિ જોવા મળી છે કે જે મેં પણ અગાઉ ક્યારેય જોઈ નથી. જેમાં ક્રેસ્ટેડ બન્ટિંગ, કેનરી ફલાય કેચર, બ્રાઉન હેડેડ પીગ્મી વુડપેકર વગેરે પણ છે. સાથે જ આગળના ફૂટપ્રિન્ટ પણ જોવાનો મોકો મળ્યો હતો.રાતાપાણીમાં ૪૫થી વધુ વાઘ છે. કાઉન્ટિંગમાં ઝુઓલોજી,બાયોલોજી અને પી.ઍચ.ડીનો અભ્યાસ કરનારા લોકો પણ આવે છે જેમને પક્ષીઓની તમામ પ્રકારની જાણકારી હોય છે.