
સુરત શહેરમાં હત્યા ની સતત ઘટનાઓ બાદ પોલિસ ઉપર સૌથી વધુ માછલાં ધોવાયા હતા.
ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા છે.ફૂટ પેટ્રોલિંગ, સાયકલ પેટ્રોલિંગ સહિત લોકોની નજરમાં આવે તેવી કામગીરી શરૂ કરાઇ છે.શાળા કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો પણ શરૂ કરાયા છે.જેમા શુક્રવારે રાત્રે અઠવાલાઇન્સ પોલીસ કમિશનર અજય તોમર કચેરીથી જ સાયકલ પર સવાર થઅ પેટ્રોલિંગ કર્યું હતુ.અઠવા પોલીસ, મહિધરપુરા , વરાછા , કાપોદ્રા ,સરથાણા પોલીસ મથક સુધી સાયકલ ઉપર પેટ્રોલિંગ કરાયું હતુ.પોલીસ કમિશનરની સાથે જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.