
દિલ્હી રેલવે સ્ટેશનની બહાર ટેક્સી ર્પાકિંગ પાસેથી પોલીસે બાતમીના આધારે ગાંજાના સાથે ઍક ઓરિસ્સાવાસી યુવકને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે.પોલીસે તેની પાસેથી રૂપિયા ૧.૪૪ લાખની મત્તા કબજે કરી છે.જયારે બેને વોન્ટેડ જાહેર કર્યો છે.
મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશનની બહાર ટેક્સી ર્પાકિંદ પાસે ઍક યુવક ગાંજાના જથ્થા સાથે ઉભો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો.પોલીસે પુછપરછ કરતા મુળ ઓરિસ્સા ગંજામ જિલ્લાના હિંગલગામનો વતની હાલ પાંડેસરા પુનિતનગર અને પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતો જનાર્દન સીમનચલ રાઉત હોવાનું જણાવ્યું હતું કે કે પોલીસે તેના સામાનની તલાસી લેતા અંદરથી રૂપિયા ૧.૪૧ લાખનુન ૧૪.૧૭૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ અંગે પૂછપરછ કરતા ઉધના હરિનગર સોસાયટી માં રહેતો મંહતી સાગર ભગવંત નામની આરોપીઍ આ જથ્થો મંગાવ્યો હતો .જ્યારે ઓરિસ્સા ગંજામ જિલ્લાના બેગુનાપાડાગામમાંથી ઍક યુવકે ગાંજાને જથ્થો આપ્યો હતો.આ હકીકતના આધારે પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા .પોલીસે તેની પાસે જ ગાંજા,મોબાઈલ અને રોકડ વગેરે મળી કુલ રૂપિયા ૧.૪૪ લાખથી વધુની મતા કબજે કરી છે.