સુરતના કરપ્ટડ અને કામચોર અધિકારીઓને પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટ કહી દીધુ છે કે જો સખણા ન રહયા તો નોકરી જોખમમાં મુકાઇ જશે. ઉમરા પીઆઇ ડી.ઍલ.પટેલને વધારે પડતી હોશિયારી મારવાનું ભારે પડી ગયું હતું. તેમના સ્ટાફ સામે પહેલેથી જ લારીગલ્લા અને હોટલવાળાઓને રંજાડવાની ફરિયાદ હતી.આ ફરિયાદોમાં શનિવારે ઉમરા પોલીસની વધુ ઍક કરતૂત બહાર આવી હતી.
ડી.ઍલ.પટેલે વિદ્યાર્થીઓ ઉપરાંત મેગી અને ચા બનાવનારાઓની ધરપકડ કરતાં પોલીસ કમિશનર બગડ્યા તેમાં પીઆઇ ડી.ઍલ.પટેલના સ્ટાફ દ્વારા ગરીબ મેગી બનાવતા અને ચા વેચતા લોકોને પકડી લાવવામાં આવ્યા હતા.ઉપરાંત વિદ્યાર્થીઓને પણ પકડી અને પોલીસ કમિશનર અજય તોમરે ગુંડા અને લુખ્ખાં તત્ત્વોને જેર કરવા માટે આદેશ આપ્યા છે.નહીં ગરીબ અને પેટિયું રળતાં લારીગલ્લા વાળાઓ પર કહેર મચાવવાની, ઉમરા પોલીસ દ્વારા હાલમાં જ્યારે પોલીસ કમિશનર અજય તોમર જાતે મેદાનમાં ઊતર્યા છે, ત્યારે પરિસ્થિતિને ગંભીરતાથી નહીં પારખીને તેમના નીચલા સ્ટાફે લારીગલ્લા વાળાઓ પાસે વ્યવહારની માંગણી કરતાં આ ફરિયાદ પોલીસ કમિશનર અજય તોમર સુધી પહોંચી હતી.આ મામલે તેઓઍ ત્વરિત તપાસ કરી હતી. તેમાં તેમને સાચું જણાઇ આવ્યું હતું. આપ્યા છે. દરમિયાન તેમણે તાબડતોડ પીઆઇ ડી.ઍલ.પટેલને તેડાવી તેમની ઉમરામાંથી હકાલપટ્ટી કરી હતી.બીજી તરફ પોલીસ કમિશનર અજય તોમરે કરડ અને ભ્રષ્ટ પીઆઇ અને તેમના સ્ટાફને સીધો મેસેજ આપી દીધો છે કે સીધા નહીં રહયા તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે, ઉમરા પીઆઇ ડી.ઍલ પટેલની હાલમાં તો બદલી જ કરવામાં આવી છે. અલબત્ત, કાયદાને પોતાના ગજવાની જાગીર સમજનારા અધિકારીઓને સખણા રહેવા માટે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.