કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાની સાથે જ ધીરે ધીરે શાળા-કોલેજો શરૂ કરી દેવામાં આવી હતી. વિશેષ કરીને ૧થી ૧૨ ધોરણ સુધીના વર્ગખંડ કેવી રીતે ચાલુ કરવા અને કેટલાં તબક્કામાં ચાલુ કરવા તેને લઈને સરકારે સમયાંતરે નિર્ણયો લેતી રહી છે. આજે સંપૂર્ણપણે કોરોના સંક્રમણ કાબૂમાં દેખાઈ રહ્નાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી માટે સૂચના આપી દેવામાં આવી છે. શાળા સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ કરી જ રાખવામાં આવી હતી પરંતુ માત્ર સરકારના નિર્ણયની રાહ જોવાતી હતી. આજે અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક હાજરી આપતા દેખાયા હતા. આજે સુરતમાં ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.
કોરોના સંક્રમણને કારણે લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને ત્યારબાદ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે ખૂબ જ જરૂરી હતું. જેમાં સરકાર દ્વારા બાળકોની વિશેષ ચિંતા કરતાં શાળા અને કોલેજો શરૂઆતના તબક્કામાં જ બંધ કરાવી દીધી હતી. કોરોના સંક્રમણના પહેલા તબક્કાથી લઈને ત્રીજા તબક્કા સુધી શાળાઓને શરૂ કરવી કે કેમ તે પ્રશ્ન સૌથી વધારે સરકાર માટે પડકારો કર્યો છે. કોરોના સંક્રમણના ત્રીજા તબક્કામાં શરૂઆતમાં જ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા હતા.હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ જોતા સરકારે જ આદેશ કર્યા છે તે પ્રમાણે શહેરમાં સ્કૂલોમાં તમામ વિદ્યાર્થીઓ હાજર રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા સમય બાદ સો ટકા વિદ્યાર્થીઓની હાજરીથી સાથે શાળા શરૂ થતા શિક્ષકો અને બાળકો અને વાલીઓમાં પણ આનંદ જાવા મળ્યો છે.શાળાના આચાર્યઓએ જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આનંદથી પ્રવેશી રહયા છે. નાના-નાના ભૂલકાઓ સાથે લઈને ધોરણ ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ આજે શાળામાં હાજર રહયાહતા. આજે અમે પણ ખૂબ જ ખુશ છે કે અમારા તમામ બાળકો જાણે અમારો પરિવાર હોય તેમ હોય તો સો ટકા જેટલી હાજરી શાળામાં યોજાતા ફરી એક વખત શાળામાં આનંદની કિલકારીઓ ખૂબ જ જોરશોરથી ગુંજી રહી છે. સરકારે આપેલી તમામ સૂચનાઓનું અંબે ખૂબ જ ગંભીરતાથી પાલન કરી રહયા છે કે આગામી દિવસોમાં હવે પરીક્ષાઓ શરૂ થશે.આજે જીવનના ભણતરની શરૂઆત કરનારા તમામ નાના ભુલકાઓની શાળાઓએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ