
કતારગામમાં મોડીરાત્રે મોપેડ પર પસાર થતા છોકરા-છોકરીને અટકાવી થોડા સમય બાદ અનિકેતની માતાઍ સ્થળ આવી ગાળાગાળી કરતા પોલીસે પૂછપરછ કરી તો ઍક યુવકે હંગામો મચી ગયો હતો. ત્યારબાદ પીસીઆરને સ્થળ પર બોલાવી લેવાઇ ત્યાં ધસી આવી જીભાજોડી કર્યા બાદ મિત્રોને બાલાવી મારામારી કરતા હંગામો મચી ગયો હતો.
કતારગામ પોલીસ મથકમાં ઍલ.આર.તરીકે ફરજ બજાવતા રાહુલ રાવતભાઇ વાગ્યે નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે નંદુ ડોશીની વાડીમાં આવેલા સ્વામી ગલ્લા પાસેના ત્રણ રસ્તા પરથી ઍક મોપેડ પર છોકરા-છોકરી પસાર થઇ રહયા હતા. મોપેડ અટકાવી છોકરા- છોકરીની પૂછપરછ કરી હતી, ત્યારે અનિકેત નામના યુવકે ત્યાં ધસી આવી તમે આમને કેમ ઊભા રાખ્યા છે.આ મારી બેન છે ઍમ કહી પોલીસકર્મીઓ સાથે જીભાજોડી કરી હતી.ઉશ્કેરાઇને અપશબ્દો બોલી ઍલઆર રાહુલ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ બૂમાબૂમ કરી મિત્રોને કોલ કરી સ્થળ પર બોલાવી લીધા હતા. ત્યારબાદ અનિકેત અને તેના મિત્રોઍ ભેગા મળી ઍલઆર રાહુલ અને હોમગાર્ડ જે.પી. લિમ્બાસીયા સાથે મારામારી શરૂ કરી દીધી હતી.બંનેના યુનિફોર્મના બટન તોડી નાંખી વાયરલેસ હેન્ડસેટ પણ તોડી નાંખ્યો હતો. આ બબાલમાં ઍલઆર રાહુલને જમણી આંખે ઇજા થઇ હતી.થોડા સમય બાદ અનિકેતની માતાઍ સ્થળ પર આવી ગાળાગાળી કરતા હંગામો મચી ગયો હતો.ત્યારબાદ પીસીઆરને સ્થળ પર બોલાવી લેવાઈ હતી અને અનિકેત તથા તેના મિત્રોને બેસાડી પોલીસ મથકે લઇ જવાયા હતા.ઍલઆર રાહુલની ફરિયાદના આધારે કતારગામ પોલીસે અનિકેત રાકેશ રાઠોડ,તેની માતા સંગીતાબેન , જૈમીન ઉદયભાઇ શાહ, સુજીત સામે સરકારી ફરજમાં રૂકાવટ અને મારામારીનો ગુનો નોંધી અટકાયત કરી હતી. વધુમાં આરોપી અનિકેત સામે અગાઉ મારામારીના ગુના નોંધાઇ ચૂક્યા છે.